SMIT KAMLESHBHAI NAYAK
dsdsC302, SHARDA APARTMENT RANDHEJA
દેશની આઝાદીના સાતેક વર્ષ બાદ એટલે કે સન 1954 માં આપણો વિસ્તાર પણ રાષ્ટ્રની પ્રગતિ
અને વિચારધારામાં તાલ મિલાવે તે માટે 'સેદ્રાસણ' મુકામે મહાદેવના મંદિરમાં
આંજણા સમાજની સભામાં આ સંસ્થાનું વિચારબીજ રોપાયું.
જેનો હેતુ જિલ્લાભરના બાળકો પાલનપુરમાં રહી અભ્યાસ કરી શકે તે માટે બોર્ડિંગ (છાત્રાલય)
સુવિધા આપવાનો હતો. જેના પરિપાકરૂપે 'બનાસકાંઠા
આંજણા પટેલ કેળવણી મંડળ' પાલનપુર સને 1955 માં નામાભિધાન કરી
રજીસ્ટ્રેશન થયું.
C302, SHARDA APARTMENT RANDHEJA
કેળવણી મંડળ સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા શિક્ષણ અને વિકાસની સેવાઓ આપવામાં આવી રહી છે.
અમારા ટ્રસ્ટનો હેતુ માત્ર શિક્ષણ પૂરું પાડવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરી તેમને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા પ્રેરિત કરવાનો છે. સાત દાયકા થી વધુ સમયથી અમે ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારના બાળકો માટે નવી તકો સર્જી રહ્યા છીએ.
વિશ્વ કક્ષાનું શિક્ષણ, સંશોધન અને જ્ઞાનના ઉપયોગ માટે આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો સંકલ્પ. વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ જીવનશૈલી તરફ દોરી રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન કરાવવું.
સન 1954 થી સમાજના અગ્રણીઓના સહકારથી બોર્ડિંગથી લઈને આધુનિક કેમ્પસ સુધીનો સફર, જેમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આર્ટસ, કોમર્સ, સાયન્સ, બી.સી.એ. અને નર્સિંગ જેવા અભ્યાસક્રમો સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યા છે.
સુસજ્જ લાઇબ્રેરી, આધુનિક લેબોરેટરી, કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય, વ્યાયામશાળા, તથા નવી ટેકનોલોજી આધારિત શિક્ષણ પદ્ધતિઓ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કરે છે.
સરળ ૩ પગલાંમાં આદર્શ વિદ્યા સંકુલમાં તમારું પ્રવેશ સુનિશ્ચિત કરો
ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
અમારી ટીમ ૨-૩ દિવસમાં તમારી અરજીની સમીક્ષા કરશે
અરજી સ્વીકૃત થયા પછી ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરો
શિક્ષણના ક્ષેત્રમાં અમારા લક્ષ્યો અને સપનાઓ
જીલ્લાના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે કેળવણી મંડળની સંસ્થામાં શિક્ષણના નવા પ્રવાહોનો સમાવેશ કરીને આ સામાજિક જરૂરીયાતને પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું.
શિક્ષણ, સંશોધન અને જ્ઞાનના ઉપયોગ માટે વિશ્વ કક્ષાની માળખાગત સુવિધા પૂરી પાડવી.
અસરકારક શિક્ષણનું વાતાવરણ પૂરૂં પાડી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવો, સ્વસ્થ પડકારો અને સ્પર્ધાઓ માટે પ્રેરીત કરવા.
વિદ્યાર્થીઓ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને.
અમારી સાથે જોડાઓ અને તમારા સપનાઓને સાકાર કરો