સ્થાપના 2001

શ્રી એ .એસ .પટેલ બી .સી .એ કોલેજ, પાલનપુર

આ કોલેજનો હેતુ કુશળ IT વ્યાવસાયિકો તૈયાર કરવાનો છે, જે ઝડપથી વિકસતા ડિજિટલ યુગના પડકારોને પહોંચી વળે.

5
વર્ષોનો અનુભવ
શ્રી એ .એસ .પટેલ બી .સી .એ કોલેજ, પાલનપુર
શિક્ષણમાં શ્રેષ્ઠતા

અમારી કોલેજ વિશે

અમારી BCA (બૅચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન) કોલેજ એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે, જે કમ્પ્યુટર વિજ્ઞાન અને માહિતી ટેકનોલોજીના ક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરૂં પાડે છે. આ કોલેજનો હેતુ કુશળ IT વ્યાવસાયિકો તૈયાર કરવાનો છે, જે ઝડપથી વિકસતા ડિજિટલ યુગના પડકારોને પહોંચી વળે. BCA  ચાર  વર્ષનો સ્નાતક અભ્યાસક્રમ છે, જેમાં વિદ્યાર્થીઓને કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડેટાબેઝ મેનેજમેન્ટ, નેટવર્કિંગ, વેબ ટેકનોલોજી અને આધુનિક IT સાધનોનો મજબૂત આધાર આપવામાં આવે છે. કોલેજમાં આધુનિક કમ્પ્યુટર લેબ, અનુભવી પ્રાધ્યાપકો, ડિજિટલ લાઇબ્રેરી અને સર્જનાત્મક શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ છે. અહીં વિદ્યાર્થીઓના ટેકનિકલ જ્ઞાન સાથે સંવાદ કૌશલ્ય, ટીમ વર્ક અને સમસ્યા-ઉકેલવાની ક્ષમતાના વિકાસ પર પણ ખાસ ભાર મુકવામાં આવે છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ સિવાય કોલેજમાં સહ-શૈક્ષણિક અને સહ-પાઠ્યક્રમ પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય. અમારી કોલેજમાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ IT કંપનીઓ, સોફ્ટવેર ફર્મો, સ્ટાર્ટઅપ્સ, સરકારી સંસ્થાઓમાં સફળ કારકિર્દી બનાવી શકે છે અને MCA, MSC (CA & IT ), MBA અથવા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમો પણ કરી શકે છે. 

પ્રિન્સિપાલનો સંદેશ

શ્રીમતિ નીતાબેન કે .પટેલ - આચાર્ય

શ્રીમતિ નીતાબેન કે .પટેલ

આચાર્ય

ટેકનોલોજી આધારિત કોલેજો વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બનાવે છે. આવું શિક્ષણ તેમને કોમ્પ્યુટર ના આધુનિક યુગ માં પડકારોને પહોંચી વળવા માટે તૈયાર કરે છે.

અનુભવ

આ બી.સી.એ કોલેજના પ્રિન્સિપાલ તરીકે, મને આ એવી સંસ્થાનું નેતૃત્વ કરવાનો મોકો પ્રાપ્ત થયો છે જે શૈક્ષણિક શ્રેષ્ઠતા, સંશોધન અને સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. શિક્ષણ ક્ષેત્રે ૧૩ વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતાં કોલેજમાં વિદ્યાર્થીઓની સર્વાંગી પ્રગતિ, શિક્ષકોનું માર્ગદર્શન , શિસ્ત અને શૈક્ષણિક ગુણવત્તા જાળવવી એ મારો મુખ્ય ધ્યેય છે. વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહિ, પરંતુ જીવનમૂલ્યો , ટેકનોલોજીની નવીનતાઓ અને વ્યવહારુ કુશળતાઓ આપવી એ અનુભવથી શીખેલું છે. પ્રિન્સિપાલ તરીકે મને એ સમજાયું છે કે વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ સૌથી સાર્થક છે.શિક્ષકો સાથેનું સંકલન , માતાપિતાઓ સાથેનો સંપર્ક અને સમાજ સાથેના સંબંધો કોલેજને સફળતા તરફ લઇ જાય છે. અનુભવથી મને શીખવા મળ્યું છે કે નેતૃત્વ એટલે કઠોરતા નહિ , પરંતુ સમજણ , પ્રેરણા અને સહકાર છે. આ પદ પર રહીને વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્વળ બનાવવા માટે સતત પ્રયાસ કરવો એજ મારો સર્વોત્તમ અનુભવ છે

અરજી કેવી રીતે કરવી

સરળ ૩ પગલાંમાં આદર્શ વિદ્યાસંકુલમાં તમારું પ્રવેશ સુનિશ્ચિત કરો

1

અરજી ફોર્મ ભરો

ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો

2

અરજીની સમીક્ષા

અમારી ટીમ ૨–૩ દિવસમાં તમારી અરજીની સમીક્ષા કરશે

3

ફીનું ચુકવણું

અરજી સ્વીકૃત થયા પછી ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરો

તમારા ભવિષ્ય માટે અમારા કાર્યક્રમો શોધો

તમારી સંભાવનાઓ Unlock કરો અમારા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ સાથે. Future-ready અભ્યાસક્રમ, dedicated ફેકલ્ટી અને practical learning તમને સફળ ભવિષ્ય તરફ દોરી જશે.

બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન

બી. સી. એ.

NOT PROVIDED

૪ વર્ષ 16,000/સેમેસ્ટર Undergraduate
80 ઉપલબ્ધ બેઠકો

અમારા માનનીય દાતાશ્રીઓ

અમારા દાતાઓના અમૂલ્ય અને ઉદાર સહયોગ બદલ અમે અંતર્મુખ આભાર વ્યક્ત કરીએ છીએ.

શ્રી અમરાભાઈ સામતાભાઈ પટેલ

શ્રી અમરાભાઈ સામતાભાઈ પટેલ

દાનની રકમ: ₹2,500,000.00/-

દાનનો ઉદ્દેશ્ય

આજના યુગમાં કમ્પ્યુટર વિજ્ઞાન અને માહિતી તકનીકનું મ હત્વ દિવસે દિવસે વધી રહ્યું છે. જીવનના દરેક ક્ષેત્રમાં કમ્પ્યુટરનો ઉપયોગ વધી રહ્યો હોવાથી યુવાનોને આ ક્ષેત્રનું વ્યવસાયિક શિક્ષણ આપવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ જ જરૂરિયાત ને ધ્યાનમાં રાખીને BCA કોલેજ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. BCA કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને કમ્પ્યુટર વિજ્ઞાનનું સૈધ્ધાંતિક તેમજ પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. તેનો ઉદ્દેશ માત્ર શૈક્ષણિક જ નહિ પરંતુ રોજગારલક્ષી પણ છે. ગ્રામીણ તથા શહેરી વિસ્તારોના વિદ્યાર્થીઓને ને સરળતાથી માહિતી તકનીકનું શિક્ષણ મળી રહે તે પણ એક અગત્યનો હેતુ છે.આ કોલેજ મારફતે વિદ્યાર્થી નવી નવી ટેકનોલોજી વિશે જ્ઞાન મેળવી શકે છે, પોતાની પ્રતિભાને વિકસાવી શકે છે અને IT ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. સાથે જ, સ્વાવલંબન અને સ્વરોજગારી માટે પ્રેરણા મળી રહે છે. BCA કોલેજ શરૂ કરવાનો ઉદ્દેશ એ છે કે સમાજને કાબેલ, કુશળ અને જવાબદાર IT વ્યવસાયિકો મળી રહે , જે દેશ અને સમાજના વિકાસમાં પોતાનો ફાળો આપી શકે.

આધુનિક સુવિધાઓ સાથે અભ્યાસને બનાવો વધુ અસરકારક

Computer Lab

Computer Lab

Library

Library

Classroom

Classroom

અમારા અનુભવી શિક્ષકો

અનુભવી અને સમર્પિત શિક્ષકો સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતા તરફની તમારી યાત્રામાં જોડાઓ.

પ્રો. નીતાબેન કે પટેલ

પ્રો. નીતાબેન કે પટેલ

આચાર્ય

ગલભાભાઈ ચૌધરી

ગલભાભાઈ ચૌધરી

સહાયક પ્રોફેસર

સુરેશ પટેલ

સુરેશ પટેલ

લેબ.આસિસ્ટન્ટ

એક કોલ – અનંત માર્ગદર્શન

એક વાર મુલાકાત લો અને અમારી સુવિધાઓનો અનુભવ કરો.

ઇમેલ

shreeaspatelbcacollege@gmail.com

સોમ - શનિ: સવારે 9:00 થી સાંજે 5:00

અમારું લોકેશન

શ્રી એ .એસ .પટેલ બી .સી .એ કોલેજ, પાલનપુર