સ્થાપના 1966

શ્રી વી.આર.વિદ્યાલય, પાલનપુર

આ શાળા ગુજરાત રાજ્યની માન્‍યતા ધરાવતી (ગ્રાન્‍ટ ઈન એઈડ) ગ્રાન્‍ટેડ સંસ્થા છે. ધોરણ ૯ થી ૧૨ ના કુલ ૨૬ વર્ગો હાલમાં કાર્યરત છે.

59
વર્ષોનો અનુભવ
1600
વિદ્યાર્થીઓ
50
શિક્ષકો
શ્રી વી.આર.વિદ્યાલય, પાલનપુર
શિક્ષણમાં શ્રેષ્ઠતા

અમારી શાળા વિશે

શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ,પાલનપુર ટ્રસ્ટના સંચાલન હેઠળ ઇ.સ. ૧૯૬૬ માં ‘આદર્શ વિદ્યાલય’ ના નામે આ સંસ્થા શરૂ કરવામાં આવેલ.તા. ૦૯/૦૬/૧૯૮૦ ના રોજ ઉચ્ચતર માધ્યમિક શાળાનો પ્રારંભ થયો.મા.અને ઉ.મા.શાળાના ભવનનું ખાતમુહૂર્ત તા.૨૯/૧૦/૧૯૮૪ ના રોજ પરમ પુજ્ય સ્વામીશ્રી સચ્ચિદાનંદજી મહારાજના વરદ્‌હસ્તે કરવામાં આવેલ.તા. ૦૩/૧૧/૧૯૯૦ ના રોજ પટોસણ નિવાસી વિરસીંગભાઇ રામસીંગભાઇ પટેલના માતબર દાનથી ‘આદર્શ વિદ્યાલય’નું નવું નામાભિધાન થયુ. શ્રી વી. આર. વિદ્યાલય, પાલનપુર. ઈ.સ. ૧૯૯૫ માં વિજ્ઞાન પ્રવાહની શરૂઆત થઈ.



આ શાળા ગુજરાત રાજ્યની માન્‍યતા ધરાવતી (ગ્રાન્‍ટ ઈન એઈડ) ગ્રાન્‍ટેડ સંસ્થા છે. ધોરણ ૯ થી ૧૨ ના કુલ ૨૬ વર્ગો હાલમાં કાર્યરત છે. જેમાં ૧૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.



શાળા વિદ્યાર્થીલક્ષી પ્રવૃતિ જેવી કે, શિક્ષણ, સંસ્કાર, સ્વાસ્થ્ય, જીવન ઘડતર જેવી અનેક બાબતો પર વિશેષ ધ્યાન આપતી પ્રગતિશીલ સંસ્થા છે. શિક્ષણ ઉપરાંત શારીરિક ક્ષમતા, બુદ્ધિ, ચાતુર્ય, કલા અને એથ્લેટિક જેવા ગુણો બાળકોમાં વિકસે તે માટે શાળા સદાય કાર્યરત છે. દરેક વાલીને પોસાય તેટલી નજીવી ફીના દરે દરેક વિદ્યાર્થીને ઉત્તમ અને ગુણવત્તા સભર શિક્ષણ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેવું એજ શાળાનું મુખ્ય ધ્યેય છે. દરેક વિદ્યાર્થી પોતાની ક્ષમતા પ્રમાણે વિવિધ ક્ષેત્રોમાં માહિર અને સ્વ-નિર્ભર બની પોતાના પરિવાર, સંસ્થા, સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરે તે જ શાળાનો મુખ્ય ઉદેશ્ય છે.

પ્રિન્સિપાલનો સંદેશ

પટેલ ભારમલભાઇ ભીખાભાઇ - આચાર્ય

પટેલ ભારમલભાઇ ભીખાભાઇ

આચાર્ય

દરેક વિદ્યાર્થીને ઉત્તમ અને ગુણવત્તા સભર શિક્ષણ દ્વારા તેની આવતીકાલ ઉજ્જવળ બને, શિક્ષણની સાથે-સાથે સુ-સંસ્કારો અને સદ્‍ગુણો પ્રાપ્ત કરી બાળક ચારિત્ર્યવાન બને, બાળકનો સર્વાગી વિકાસ થાય તેમજ શાળાની ઉત્તરોતર ઉર્ધ્વગામી પ્રગતિ સાધી ‘આદર્શ’ ની સાર્થકતાને પૂરવાર કરે એજ શુભાશય છે. આ સંસ્થામાં સદાય જ્ઞાનઓ તેજ પ્રજ્વલિત બને અને બનાસ પંથકમાં આ સંસ્થા જ્ઞાનનું પવિત્ર ધામ બને એવી માંગલિક શુભકામનાઓ....... અપેક્ષા... અભ્યર્થના

અનુભવ

શૈક્ષણિક અનુભવ : તા. ૧૨/૦૯/૨૦૦૦ થી ૩૦/૦૪/૨૦૧૯ (ઉ.મા. મ.શિ.) આચાર્યશ્રી તરીકેનો અનુભવ : તા. ૦૧/૦૫/૨૦૧૯ થી આજદિન સુધી (ઈન્‍ચાર્જ)

અરજી કેવી રીતે કરવી

સરળ ૩ પગલાંમાં આદર્શ વિદ્યાસંકુલમાં તમારું પ્રવેશ સુનિશ્ચિત કરો

1

અરજી ફોર્મ ભરો

ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો

2

અરજીની સમીક્ષા

અમારી ટીમ ૨–૩ દિવસમાં તમારી અરજીની સમીક્ષા કરશે

3

ફીનું ચુકવણું

અરજી સ્વીકૃત થયા પછી ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરો

અમારા અનુભવી શિક્ષકો

અનુભવી અને સમર્પિત શિક્ષકો સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતા તરફની તમારી યાત્રામાં જોડાઓ.

પટેલ ભારમલભાઇ ભીખાભાઇ

પટેલ ભારમલભાઇ ભીખાભાઇ

આચાર્ય

એક કોલ – અનંત માર્ગદર્શન

એક વાર મુલાકાત લો અને અમારી સુવિધાઓનો અનુભવ કરો.

ઇમેલ

shreevr123@gmail.com

સોમ - શનિ: સવારે 9:00 થી સાંજે 5:00

અમારું લોકેશન

શ્રી વી.આર.વિદ્યાલય, પાલનપુર