આ વાત છે પાલનપુરની શ્રીમતી હેતીબેન ર.ક. કાથરોટીયા (આદર્શ) પ્રાથમિક શાળાની. એ ઘેઘૂર વડલો તેની ગવાહી પૂરે છે. એની શીળી છાયામાં ઋષિકુળ પરંપરા અનુસાર કુદરતને ખોળે એક સુકન્યા રમતી હોય તેમ આ સંસ્થાએ શૈશવ ગાળ્યું. એક વિશિષ્ટ આદર્શ લઈ જન્મ થયો હોઈ તેનું નામભિધાન થયું “આદર્શ પ્રાથમિક શાળા.”સમયની માંગ અને સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ શાળાને નમૂનેદાર શાળા બનાવવાની નેમવાળા સંચાલકમંડળે તેના વિકાસ અને વિસ્તારના પ્રયત્નો આદર્યા. આ પ્રયત્નોના ફળરૂપે, માં અર્બુદાના આશીર્વાદથી સમાજના જ ભામાશા તેમજ માતૃપિતૃ તથા માતૃભૂમિનું ઋણ અદા કરવા તત્પર એવા શિક્ષણપ્રેમી પટોસણ નિવાસી માન.શ્રી ગિરીશભાઈ રતુભાઈ કાથરોટીયા(હાલ.યુ.એસ.એ.)એ માતબર રકમનું દાન આપ્યું. એટલે વર્ષ-૨૦૦૦ થી આ શાળા તેમના માતુશ્રીના પવિત્ર નામ " શ્રીમતી હેતીબેન રતુભાઈ કરશનભાઇ કાથરોટીયા" પ્રાથમિક શાળાના નામે જાણીતી થઈ. જે આજે આદર્શ વિધા-સંકુલમાં માં અર્બુદાના સાંનિધ્યમાં "હેતીબા પ્રાથમિક શાળા" ના હુલામણા નામે લોકહૈયે વસી છે.શરૂઆતથી જ ઉત્સાહી અને પ્રોત્સાહક સંચાલકમંડળ તથા આગવી સૂઝ ધરાવતા સંનિષ્ઠ, કર્મઠ અને મહેનતુ કર્મચારીઓના કર્મયોગ થકી આ શાળા રૂમઝૂમતા શિશુ ઝરણામાંથી વિશાળ જલરાશિને સમાવતી મહાસરિતા બની. સમાજના ઉગતા પૌઘાઓ રૂપી શરૂઆતમાં ૪૦ જેટલા કુમળા બાળકોના સંસ્કાર તેમજ અક્ષરજ્ઞાનનું સિંચન કરતી કરતી આ શાળા આજે ધોરણ ૧ થી ૫ ના ૮૬૩તથા ધોરણ ૬ થી ૮ના ૬૮૮ બાળકોને સંસ્કાર સિંચન કરી રહી છે.આ શાળાએ નગરમાં,તાલુકામાં, જિલ્લામાં, રાજયમાં અને રાષ્ટ્રમાં એમ વિવિધક્ષેત્રે સફળતા મેળવી પોતાનું નામ ગૂજતું કર્યું છે. શાળામાં અપાતા ગુણવત્તાયુકત શિક્ષણ અને બાળકના સર્વાગી વિકાસ અંગેની વિવિધ અભ્યાસપૂરક પ્રવૃતિઓ માટે સંચાલક મંડળ અને શાળાના આચાર્યશ્રી, નિરીક્ષકશ્રીઓ તથા શિક્ષકવૃંદ સતત ચિંતનશીલ અને પ્રયત્નશીલ છે.
સરળ ૩ પગલાંમાં આદર્શ વિદ્યાસંકુલમાં તમારું પ્રવેશ સુનિશ્ચિત કરો
ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
અમારી ટીમ ૨–૩ દિવસમાં તમારી અરજીની સમીક્ષા કરશે
અરજી સ્વીકૃત થયા પછી ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરો
અમારી કેમ્પસની યાદગાર ઘડીઓનું અનુભવો – સાંસ્કૃતિક કાર્યક્રમો, વિદ્યાર્થીઓની પ્રદર્શનીઓ, અને ઘણું બધું.
આધુનિક સુવિધાઓ સાથે અભ્યાસને બનાવો વધુ અસરકારક
અનુભવી અને સમર્પિત શિક્ષકો સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતા તરફની તમારી યાત્રામાં જોડાઓ.
સહાયક પ્રોફેસર
આચાર્ય
સહાયક પ્રોફેસર
એક વાર મુલાકાત લો અને અમારી સુવિધાઓનો અનુભવ કરો.
સોમ - શનિ: સવારે 9:00 થી સાંજે 5:00
શ્રીમતી હેતીબેન રતુભાઈ કરશનભાઇ કાથરોટીયા પ્રાથમિક શાળા