બાલમંદિર બાળકોના સર્વાંગી વિકાસમાં દીવાદાંડી સમાન ઊભું છે. અમારો ધ્યેય બાળકને બાલમંદિરમાં સપનાના સ્વર્ગ સમોવડું વાતાવરણ પૂરું પાડવું કે જ્યાં બાળક ખુશહાલ રહે અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે સર્વાંગી ઉછેર પામે.
અમારા દિલેર દાતાશ્રીને ભુલકાંઓમાં બાળદેવોના દર્શન થયા અને વર્ષ ૧૯૯૩માં માત્ર ૫૫ નાનકડા ભૂલકાંઓએ પાપા પગલી માંડી અને બાલમંદિરની શરૂઆત થઇ. આજે વર્ષ ૨૦૨૫ માં અમારું બાલમંદિર વિશાળ વટવૃક્ષ બન્યું જે કુલ ૨૯૬ ભૂલકાઓના કલરવ દ્વારા ગુંજતું રહે છે.
અમારો અતુટ ધ્યેય બાળકોની આંતરિક પ્રતિભાને ઓળખી અને તેનું જતન કરવાનો છે. તેમના ઉજ્જવળ અને સફળ ભવિષ્ય બનાવવા માટે અમે આવશ્યક કૌશલ્યો અને મૂલ્યોથી સજ્જ છીએ.
સરળ ૩ પગલાંમાં આદર્શ વિદ્યાસંકુલમાં તમારું પ્રવેશ સુનિશ્ચિત કરો
ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
અમારી ટીમ ૨–૩ દિવસમાં તમારી અરજીની સમીક્ષા કરશે
અરજી સ્વીકૃત થયા પછી ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરો
અમારી કેમ્પસની યાદગાર ઘડીઓનું અનુભવો – સાંસ્કૃતિક કાર્યક્રમો, વિદ્યાર્થીઓની પ્રદર્શનીઓ, અને ઘણું બધું.
આધુનિક સુવિધાઓ સાથે અભ્યાસને બનાવો વધુ અસરકારક
એક વાર મુલાકાત લો અને અમારી સુવિધાઓનો અનુભવ કરો.
idchaudharybalmandir@gmail.com
સોમ - શનિ: સવારે 9:00 થી સાંજે 5:00
શ્રીમતી ઈજુબેન ધનરાજભાઈ ચૌધરી બાલમંદિર