શ્રી સરદારભાઈ હેમરાજભાઈ પટેલ કુમાર છાત્રાલય -૧
Established 1982

શ્રી સરદારભાઈ હેમરાજભાઈ પટેલ કુમાર છાત્રાલય -૧

Donor Information
Donor

શ્રી સરદારભાઈ હેમરાજભાઈ પટેલ

શ્રી સરદારભાઈ હેમરાજભાઈ પટેલનો જન્મ પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામે થયો હતો. દસમા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, તેઓ વર્ષ ૧૯૭૦માં હીરાના વ્યવસાય અર્થે મુંબઈ સ્થાયી થયા. પોતાની મહેનત અને લગનથી સફળતા મેળવ્યા બાદ, સમાજસેવાની ભાવનાથી પ્રેરાઈને તેમણે સંસ્થાને ઉદાર હાથે આર્થિક સહયોગ આપ્યો હતો. વ્યવસાયિક જીવનમાં વિદેશ પ્રવાસ ખેડનાર અને સંસ્થાના કાયમી ટ્રસ્ટી તરીકે સેવા આપનાર શ્રી સરદારભાઈ હાલ પોતાના વતનમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.

About This Infrastructure

શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુરની કારોબારી મિટિંગમાં છાત્રાલયનું નવીન બિલ્ડીંગ બનાવવા ચર્ચા થયા મુજબ મંડળે શ્રી સરદારભાઈ હેમરાજભાઈ પટેલ કુમાર છાત્રાલયનું ખાત મુહૂર્ત કરેલ. ૧૯૮૪ માં છાત્રાલયનું મકાન તૈયાર થતા જૂનમાં શૈક્ષણિક સત્ર શરૂ થતા પ્રથમ વર્ષે ૬૨ વિદ્યાર્થીઓથી શરૂઆત થયેલ. સમયના વહેણ વીતતા પ્રતિવર્ષ સંખ્યામાં વધારો થયો.
આમ ૬૦ રૂમ ધરાવતું બે માળનું અધતન બિલ્ડીંગ જેમાં હાલ ૨૦૦ જેટલા વિદ્યાર્થી નિવાસ કરી શિક્ષણ મેળવી રહ્યા છે. છાત્રાલયના બાળકો શાળામાં પણ અગ્રેસર રહી નામના પ્રાપ્ત કરી રહ્યા છે.