સ્થાપના 2021

આદર્શ અકાદમી

શ્રી બનાસકાંઠા આંજણા-પટેલ કેળવણીમંડળ દ્વારા શિક્ષણોત્કર્ષના સંકલ્પને લીધે માતૃશ્રી આર.વી. ભટોળ ઇંગ્લિશ મીડિયમ કેમ્પસમાં એક નવી સંસ્થા જૂન ૨૦૨૧ થી મૂર્તિમંત થઈ. -નામકરણ : આદર્શ અકાદમી બનાસકાંઠા આંજણા-પટેલ કેળવણી મંડળ સંચાલિત બધીજ સંસ્થાઓ ‘આદર્શ’ના હુલામણા નામ સાથે જોડાયેલી છે, તેથી નવી સ્કૂલના નામકરણમાં ‘આદર્શ’ શબ્દ જોડાય તે સૌથી વધુ ઉચિત બાબત હતી, વળી શિક્ષણ સંસ્થા માટે કોઈ Unique (અનન્ય) શબ્દ ની શોધ આદરી અને એમાં અંગ્રેજી શબ્દ ACADEMY સુંદર જણાયો પણ તેને ગુજરાતી રંગ આપી ‘અકાદમી’ શબ્દ પસંદ કર્યો અને આમ આ નવી સંસ્થાનું નામ ‘આદર્શ અકાદમી’ નિર્ધારિત કર્યું. -MOTTO : સ્કૂલે તેના આવિર્ભાવની સાથે જ એક ધ્યેય પણ સ્વીકાર્યો છે અને એ છે, બાળક પ્રત્યે સમાનુભૂતિ. સ્કૂલની વિચારધારામાં વિદ્યાર્થી પ્રત્યે દયાનો ભાવ છે જ નહીં, સહાનુભૂતિની વાત બિલકુલ જ નથી. જ્યાં સહાનુભૂતિ હોય, ત્યાં અહેસાનની વાત આવે. જ્યાં સહાનુભૂતિ હોય, ત્યાં બાળક સંકુચિતતા અને લઘુતાગ્રંથિથી પીડાવાનો જ. એટલે જ સહાનુભૂતિને બદલે સમાનુભૂતિનો સ્વીકાર કર્યો છે. બાળકને વિષે સહાનુભૂતિથી વિચારવાની વાત નથી, પણ બાળકને સ્થાને જઈને પરિસ્થિતિ સમજવાની વાત છે. જે-તે બાળક બની જઈને એની પરિસ્થિતિનો તાગ મેળવવાનો છે અને અનુકાર્ય કરવાનું છે. આ વિચારધારાને સ્ફુટ કરતું વાક્ય ધ્યેયવાક્ય તરીકે સ્વીકારી logoની નીચે સંસ્કૃતમાં લખ્યું છે: -ધ્યેય (Vision): શહેરની, મોટી મસ ફી વાળી સ્કૂલોના શિક્ષણની સામે, નજીવી ફી લઈ અંતરિયાળ ગામડાંના પ્રતિભાવાન વિદ્યાર્થીઓને નિવાસી તાલીમ આપી શહેરી વિસ્તારના વિદ્યાર્થી-સમકક્ષ બનાવી સાક્ષરી શિક્ષણ ઉપરાંત મૂલ્યશિક્ષણથી સભર બનાવી દેશના અને સમાજના ઉત્તમ નાગરિકો બનાવવા. -લક્ષ્ય (Mission): માત્રપ્રતિભાની બુનિયાદ પર ; વિસ્તાર, બોલી-ભાષા, લિંગ, જાતિ, આર્થિક ક્ષમતાના ભેદભાવ વગર પ્રવેશ આપી વિદ્યાર્થીઓને નિવાસી શિક્ષણ વડે સમૃદ્ધ કરવા. છાત્રાવાસ અને સ્કૂલમાં મૂલ્યશિક્ષણ માટે ઔપચારિક તાલીમના વિશિષ્ટ અભ્યાસક્ર્મ સાથે કામ કરવું. ધોરણ-9 થી જ લક્ષ્યનિર્ધારણની તાલીમ આપી વિદ્યાર્થીઓમાં નિર્ણયશક્તિ વિકસાવવી અને ધ્યેયને હાંસલ કરવાનું પ્રશિક્ષણ આપવું. જીવનમાં વિધેયાત્મક્તા (હકારાત્મકતા) લાવવા માટે અભ્યાસક્ર્મમાં વિવિધ શિક્ષણાનુભવો ઉમેરવા.

5
વર્ષોનો અનુભવ
229
વિદ્યાર્થીઓ
13
શિક્ષકો
આદર્શ અકાદમી
શિક્ષણમાં શ્રેષ્ઠતા

અમારી શાળા વિશે

આદર્શ અકાદમી   

  • કેળવણીમંડળની એક વિશિષ્ટ સંસ્થા. 
  • ગુજરાતી મીડિયમની નિવાસી શાળા.             
  • ધોરણ ૯ થી૧૨(સાયન્સ) નું શિક્ષણ આપતી શાળા, જેમાં લક્ષ્યકેન્દ્રી, સંસ્કારલક્ષી, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમથી સભર શિક્ષણની વ્યવસ્થા.   
  • પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ,   એસી ક્લાસ રૂમ. 
  • વિશિષ્ટ પૂર્વધારણાઓ, વિશિષ્ટ પ્રલાલીઓ અને સ્વાનુશાસનયુક્ત શિક્ષણ સંસ્થા.
  • અહીં વિષયશિક્ષણ ઊપરાંત વિદ્યાર્થીને  વિચાર કરવાની કળા પ્રત્યે  દોરવામાં આવે છે. 
  • ગુરુપૂર્ણિમા(  ગુરવે નમઃ  ), રક્ષાબંધન,  શમણાંનું વાવેતર,   પ્રત્યૂષ પ્રાર્થના-મહાસભા,  સાર્થક પ્રાર્થના સપ્તાહ, ખેલ-ઉત્સવ,  ઉપનયન સંસ્કાર, સમાવર્તન સંસ્કાર વગેરે  જેવી આગવી ઓળખ  ઊભી કરનાર સિગ્નેચર ઇવેન્ટ. 
  • સ્કૂલનો સર્વોચ્ચ વિદ્યાર્થી એવોર્ડ ACADEMITE OF THE YEAR 
  • જૂન 2021 થી પ્રારંભ.  
  • વર્ગમાં મર્યાદિત સંખ્યા.
Read More

પ્રિન્સિપાલનો સંદેશ

ડૉ. અશોક  વ્યાસ - પ્રિન્સિપાલ

ડૉ. અશોક વ્યાસ

પ્રિન્સિપાલ

પ્રિય સ્વજન,
અભિવાદન !

કોઈપણ શિક્ષણસંસ્થા માટે તેનો વિદ્યાર્થી, શિક્ષક, વાલી અને સંચાલક તેના સ્વજનો છે , બલ્કે આ વેબસાઈટને નિહાળીને મારા ઉદ્ગારો ઝીલનાર પાઠક્ને પણ હું મારો સ્વજન લેખું છું.
સામાન્ય રીતે શિક્ષણસંસ્થાનું મૂલ્યાંકન માત્ર તેની પરીક્ષા-પરિણામને આધારે જ કરવામાં આવે છે અને એટલે તેની વિષય-શિક્ષણની પ્રવૃતિ મુખ્ય બને છે,
બીજી ગૌણ.
અહીં વિષયશિક્ષણ ઊપરાંત વિદ્યાર્થીને વિચાર કરવાની કળા પ્રત્યે દોરવામાં આવે છે. ગુરુપૂર્ણિમા, રક્ષાબંધન, શમણાંનું વાવેતર, પ્રત્યૂષ પ્રાર્થના-મહાસભા, સાર્થક પ્રાર્થના સપ્તાહ, ખેલ-ઉત્સવ, ઉપનયન સંસ્કાર અને સમાવર્તન સંસ્કાર વગેરે જેવી આગવી ઓળખ ઊભી કરનાર signature events ને વિશિષ્ટ રીતે આવૃત કરી વિદ્યાર્થીઓને વિચાર કરવાનો વધુ ને વધુ અભ્યાસ કરવાની તક પૂરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વ્યવહારમાં પારદર્શિતા, એકવાક્યતા, સમાનતા, અનુશાસન અનાયાસે જ આવે, તે તરફ ગતિશીલ છીએ.



મારું પ્રત્યેક બાળક વિદ્યા ગ્રહણ કરનારું પરમ પાત્ર બને અને અભ્યાસસત્રને અંતે વિદ્યા-અવિદ્યાથી સંપૂરિત થઈ શબ્દશ: સાર્થક વિદ્યાર્થીકુંભ બની સમાજમાં સમ્યક્ વિદ્યા વહાવે, એ લક્ષ્ય મારા આવિર્ભાવનું છે. સ્વાનુશાસન અને સચ્ચારિત્ર્યના સદ્ગુણોથી સભર બની સમાજના નૂતન આયમોનો પ્રવર્તક/વાહક બની મારો વિદ્યાર્થી પરમ ચેતના પ્રતિ અગ્રસર થાય એવી નેમમાં આપ પણ મારા સાથી-સહયોગી બની રહો તેવા શુભાશય સહ,

ભવદીયા,
આદર્શ અકાદમી

અનુભવ

કુલ શૈક્ષણિક અને વહીવટી અનુભવ 41 વર્ષ

અરજી કેવી રીતે કરવી

સરળ ૩ પગલાંમાં આદર્શ વિદ્યાસંકુલમાં તમારું પ્રવેશ સુનિશ્ચિત કરો

1

અરજી ફોર્મ ભરો

ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો

2

અરજીની સમીક્ષા

અમારી ટીમ ૨–૩ દિવસમાં તમારી અરજીની સમીક્ષા કરશે

3

ફીનું ચુકવણું

અરજી સ્વીકૃત થયા પછી ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરો

તમારા ભવિષ્ય માટે અમારા કાર્યક્રમો શોધો

તમારી સંભાવનાઓ Unlock કરો અમારા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ સાથે. Future-ready અભ્યાસક્રમ, dedicated ફેકલ્ટી અને practical learning તમને સફળ ભવિષ્ય તરફ દોરી જશે.

ધોરણ-12 Science (GSHSEB)

પ્રજ્ઞાન

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગરનો સંપૂર્ણ અભ્યાસક્રમ  સાથે   JEE/ NEET Examની સંપૂર્ણ  તૈયારી

૧ વર્ષ ૧૫૨૦૦૦ Higher Secondary Education (Science)
  • પાઠ્ય પુસ્તક, JEE/ NEET Examની Preparation તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સાથે અભ્યાસ
30 ઉપલબ્ધ બેઠકો

ધોરણ-12 Science (GSHSEB)

સંજ્ઞાન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગરનો સંપૂર્ણ અભ્યાસક્રમ  સાથે   JEE/ NEET Examની સંપૂર્ણ  તૈયારી

૧ વર્ષ ૧૫૨૦૦૦ Higher Secondary Education (Science)
  • પાઠ્ય પુસ્તક, JEE/ NEET Examની Preparation તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સાથે અભ્યાસ
30 ઉપલબ્ધ બેઠકો

આધુનિક સુવિધાઓ સાથે અભ્યાસને બનાવો વધુ અસરકારક

AC Class Room

AC Class Room

શાળાના દરેક વર્ગ-ખંડ AC  ક્લાસ રૂમ છે. 

Digital smart board Class Room

Digital smart board Class Room

શાળાના દરેક વર્ગ-ખંડમાં Digital smart board  દ્વારા  ભણાવવામાં આવે છે. 

School Canteen

School Canteen

આદર્શ અકાદમી ડે-સ્કૂલ હોવાથી તમામ વિદ્યાર્થી શાળા કેન્ટીનમાં ભોજન લે છે કેન્ટીનનું ભોજન શુદ્ધ અને સાત્વિક  હોય છે. 

અમારા અનુભવી શિક્ષકો

અનુભવી અને સમર્પિત શિક્ષકો સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતા તરફની તમારી યાત્રામાં જોડાઓ.

ડૉ. અશોકકુમાર જી. વ્યાસ

ડૉ. અશોકકુમાર જી. વ્યાસ

પ્રિન્સિપાલ

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ( વિજ્ઞાન પ્રવાહ ) શૈક્ષણિક સંસ્થા વિભાગ

શ્રી નેહુલકુમાર વિ. ખત્રી

શ્રી નેહુલકુમાર વિ. ખત્રી

મ.શિક્ષક (ગણિત)

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ( વિજ્ઞાન પ્રવાહ ) શૈક્ષણિક સંસ્થા વિભાગ

શ્રી મિલનકુમાર એમ. મોઢ

શ્રી મિલનકુમાર એમ. મોઢ

મ.શિક્ષક (કમ્પ્યૂટર)

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ( વિજ્ઞાન પ્રવાહ ) શૈક્ષણિક સંસ્થા વિભાગ

ઉત્કૃષ્ટતા અને સફળતાની ઉજવણી

SGFI (સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ) જિલ્લા કક્ષાએ કબડ્ડી U-17 ભાઈઓ

SGFI (સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ) જિલ્લા કક્ષાએ કબડ્ડી U-17 ભાઈઓ

30 Aug 2025

SGFI (સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ) જિલ્લા કક્ષાએ વોલીબોલ U-19 બહેનો

SGFI (સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ) જિલ્લા કક્ષાએ વોલીબોલ U-19 બહેનો

26 Aug 2025

SGFI (સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ) જિલ્લા કક્ષાએ વોલીબોલ U-19 ભાઈઓ

SGFI (સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ) જિલ્લા કક્ષાએ વોલીબોલ U-19 ભાઈઓ

21 Aug 2025

એક કોલ – અનંત માર્ગદર્શન

એક વાર મુલાકાત લો અને અમારી સુવિધાઓનો અનુભવ કરો.

ફોન

ઇમેલ

adarshacademyplan@gmail.com

07:30 AM to 02:00 PM

અમારું લોકેશન

આદર્શ અકાદમી