આ વાત છે પાલનપુરની શ્રીમતી હેતીબેન ર.ક. કાથરોટીયા (આદર્શ) પ્રાથમિક શાળાની. એ ઘેઘૂર વડલો તેની ગવાહી પૂરે છે. એની શીળી છાયામાં ઋષિકુળ પરંપરા અનુસાર કુદરતને ખોળે એક સુકન્યા રમતી હોય તેમ આ સંસ્થાએ શૈશવ ગાળ્યું. એક વિશિષ્ટ આદર્શ લઈ જન્મ થયો હોઈ તેનું નામાભિધાન થયું “આદર્શ પ્રાથમિક શાળા.”
સમયની માંગ અને સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ શાળાને નમૂનેદાર શાળા બનાવવાની નેમવાળા સંચાલકમંડળે તેના વિકાસ અને વિસ્તારના પ્રયત્નો આદર્યા. આ પ્રયત્નોના ફળરૂપે, માં અર્બુદાના આશીર્વાદથી સમાજના જ ભામાશા તેમજ માતૃપિતૃ તથા માતૃભૂમિનું ઋણ અદા કરવા તત્પર એવા શિક્ષણપ્રેમી પટોસણ નિવાસી માન.શ્રી ગિરીશભાઈ રતુભાઈ કાથરોટીયા(હાલ.યુ.એસ.એ.)એ માતબર રકમનું દાન આપ્યું. એટલે વર્ષ-૨૦૦૦ થી આ શાળા તેમના માતૃશ્રીના પવિત્ર નામ " શ્રીમતી હેતીબેન રતુભાઈ કરશનભાઇ કાથરોટીયા" પ્રાથમિક શાળાના નામે જાણીતી થઈ. જે આજે આદર્શ વિધા-સંકુલમાં માઁ અર્બુદાના સાંનિધ્યમાં "હેતીબા પ્રાથમિક શાળા" ના હુલામણા નામે લોકહૈયે વસી છે.
શરૂઆતથી જ ઉત્સાહી અને પ્રોત્સાહક સંચાલકમંડળ તથા આગવી સૂઝ ધરાવતા સંનિષ્ઠ, કર્મઠ અને મહેનતુ કર્મચારીઓના કર્મયોગ થકી આ શાળા રૂમઝૂમતા શિશુ ઝરણામાંથી વિશાળ જલરાશિને સમાવતી મહાસરિતા બની. સમાજના ઉગતા પૌઘાઓ રૂપી શરૂઆતમાં ૪૦ જેટલા કુમળા બાળકોના સંસ્કાર તેમજ અક્ષરજ્ઞાનનું સિંચન કરતી આ શાળા આજે ધોરણ ૬ થી ૮ના ૭૯૭ બાળકોને સંસ્કાર સિંચન કરી રહી છે.આ શાળાએ નગરમાં,તાલુકામાં, જિલ્લામાં, રાજયમાં અને રાષ્ટ્રમાં એમ વિવિધક્ષેત્રે સફળતા મેળવી પોતાનું નામ ગૂંજતું કર્યું છે. શાળામાં અપાતા ગુણવત્તાયુકત શિક્ષણ અને બાળકના સર્વાંગી વિકાસ અંગેની વિવિધ અભ્યાસપૂરક પ્રવૃતિઓ માટે સંચાલક મંડળ અને શાળાના આચાર્યશ્રી, નિરીક્ષકશ્રીઓ તથા શિક્ષકવૃંદ સતત ચિંતનશીલ અને પ્રયત્નશીલ છે.
સરળ ૩ પગલાંમાં આદર્શ વિદ્યાસંકુલમાં તમારું પ્રવેશ સુનિશ્ચિત કરો
ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
અમારી ટીમ ૨–૩ દિવસમાં તમારી અરજીની સમીક્ષા કરશે
અરજી સ્વીકૃત થયા પછી ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરો
અમારા દાતાઓના અમૂલ્ય અને ઉદાર સહયોગ બદલ અમે અંતર્મુખ આભાર વ્યક્ત કરીએ છીએ.
અમારા કેમ્પસના સ્મરણિય પળોનો અનુભવ કરો – સાંસ્કૃતિક કાર્યક્રમો, વિદ્યાર્થી પ્રદર્શનો અને ઘણું વધુ.
આધુનિક સુવિધાઓ સાથે અભ્યાસને બનાવો વધુ અસરકારક
અદ્યતન સુવિધા જેવી કે પ્રોજેક્ટર, દરેક કમ્પ્યૂટરનું ઈન્ટરનેટ સાથે જોડાણ અને અધ્યતન સોફ્ટવેર અને હાર્ડવેરથી સજ્જ કમ્પ્યૂટર લેબ
શૈક્ષણિક પ્રાયોગિક સાધનોથી સુસજ્જ ગણિત અને વિજ્ઞાન પ્રયોગશાળા
દરેક બાળક ડેસ્ક પર બેસીને ચિત્રકામ અને સર્જનાત્મક કામગીરી કરી શકે તેવી વ્યવસ્થાથી સજ્જ કલાખંડ
અનુભવી અને સમર્પિત શિક્ષકો સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતા તરફની તમારી યાત્રામાં જોડાઓ.
શિક્ષક
ઉચ્ચ પ્રાથમિક શાળા (ધોરણ 6 થી 8) વિભાગ
શિક્ષક
ઉચ્ચ પ્રાથમિક શાળા (ધોરણ 6 થી 8) વિભાગ
નિરીક્ષક
ઉચ્ચ પ્રાથમિક શાળા (ધોરણ 6 થી 8) વિભાગ
ઉત્કૃષ્ટતા અને સફળતાની ઉજવણી
09 Jan 2026
11 Dec 2025
10 Dec 2025
એક વાર મુલાકાત લો અને અમારી સુવિધાઓનો અનુભવ કરો.
11:00 થી 05:00 સુધી
શ્રીમતી હેતીબેન રતુભાઈ કરશનભાઇ કાથરોટીયા ઉચ્ચ પ્રાથમિક શાળા