સ્થાપના 2013

શેરા.એ.પટેલ કૉમર્સ કૉલેજ

શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એસ.એ.પટેલ કૉમર્સ કૉલેજ, પાલનપુર

12
વર્ષોનો અનુભવ
173
વિદ્યાર્થીઓ
6
શિક્ષકો
શેરા.એ.પટેલ કૉમર્સ કૉલેજ
શિક્ષણમાં શ્રેષ્ઠતા

અમારી કોલેજ વિશે

શેરા એ. પટેલ કૉમર્સ કૉલેજ

સંચાલક: શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ

શિક્ષણનો ગૌરવમય વારસો

શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળની સ્થાપના આઝાદી પછીના સમયગાળામાં બનાસકાંઠા જેવા પછાત ગણાતા જિલ્લામાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધે અને સ્થાનિક વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે હેતુથી વર્ષ ૧૯૫૫માં પાલનપુર શહેરના હાર્દ સમાન ડેરી રોડ પર “આદર્શ કેમ્પસ”નામથી કરવામાં આવી હતી. છ દાયકાથી વધુના શ્રેષ્ઠ શૈક્ષણિક અનુભવ અને પ્રતિબદ્ધતાના આધારે મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને ઘર આંગણે જ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મળી રહે તે હેતુથી મંડળે વર્ષ ૨૦૦૩માં શેરા એ. પટેલ કૉમર્સ કોલેજની સ્થાપના કરી. જેમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ આધુનિક સુવિધાઓ સાથે શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. આજની તારીખે પણ કૉલેજ ઉચ્ચ શૈક્ષણિક પ્રતિષ્ઠાના પ્રેરણાસ્રોત તરીકે કાર્યરત છે.

અમારી કોલેજનો કોમર્સ વિભાગ વિદ્યાર્થીઓને વ્યાપાર, વાણિજ્ય અને અર્થતંત્રના ક્ષેત્રમાં મજબૂત અને વ્યાવહારિક જ્ઞાન પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે. આ વિભાગમાં કોમર્સ વિષયનું શિક્ષણ ગુજરાતી તથા અંગ્રેજી બંને માધ્યમોમાં ઉપલબ્ધ છે, જેથી દરેક વિદ્યાર્થી પોતાની સુવિધા મુજબ અભ્યાસ કરી શકે. અભ્યાસક્રમ દ્વારા એકાઉન્ટિંગ, અર્થશાસ્ત્ર, વ્યવસાય વ્યવસ્થાપન અને નાણાંકીય સમજ વિકસાવવામાં આવે છે. અનુભવી અને સમર્પિત અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ કોમર્સ વિભાગ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસભર્યા, કુશળ અને ભવિષ્યમુખી વ્યાવસાયિક બનવા માટે તૈયાર કરે છે.

Read More

પ્રિન્સિપાલનો સંદેશ

ડૉ. મનીષાબેન કે. પટેલ - ઇન ચાર્જ પ્રિન્સિપાલ

ડૉ. મનીષાબેન કે. પટેલ

ઇન ચાર્જ પ્રિન્સિપાલ

"અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો સુધી સીમિત નથી; તે વિચાર, શિસ્ત અને જવાબદારી સાથે જીવન ઘડવાનું માધ્યમ છે. અમે માનીએ છીએ કે સાચું શિક્ષણ વ્યક્તિને માત્ર સફળ નથી બનાવતું, પરંતુ સારો માનવી પણ બનાવે છે."

શિક્ષણ માત્ર વિષયજ્ઞાન પૂરતું સીમિત નથી; તે વિચારશક્તિ, મૂલ્યો અને જવાબદારીપૂર્ણ નાગરિકત્વનો વિકાસ કરવાની સતત પ્રક્રિયા છે-આ માન્યતા સાથે અમારી સંસ્થા કાર્યરત છે. વર્ષોથી અમે ગુણવત્તાયુક્ત શિક્ષણ, શિસ્તબદ્ધ વાતાવરણ અને સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતા આવ્યા છીએ.

અહીં વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, નૈતિકતા, નેતૃત્વ અને વ્યવહારુ કુશળતાઓ પ્રાપ્ત થાય છે. બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં ટકી શકે એવા સક્ષમ, સંવેદનશીલ અને જવાબદાર યુવાનો ઘડવાનું અમારું મુખ્ય લક્ષ્ય છે. અમારા સમર્પિત અધ્યાપકો, સહાયક સ્ટાફ અને આધુનિક શૈક્ષણિક માળખું આ દિશામાં સતત પ્રયત્નશીલ છે.

હું તમામ વિદ્યાર્થીઓ, માતા-પિતા, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને આમંત્રણ આપું છું કે તેઓ અમારી સંસ્થાની દૃષ્ટિ, મૂલ્યો અને સિદ્ધિઓને જાણે, અને આ શૈક્ષણિક યાત્રાનો ભાગ બને. સાથે મળીને જ્ઞાન, સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધીએ એજ અમારી પ્રતિબદ્ધતા છે.

અનુભવ

૨૨ વર્ષ

અરજી કેવી રીતે કરવી

સરળ ૩ પગલાંમાં આદર્શ વિદ્યાસંકુલમાં તમારું પ્રવેશ સુનિશ્ચિત કરો

1

અરજી ફોર્મ ભરો

ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો

2

અરજીની સમીક્ષા

અમારી ટીમ ૨–૩ દિવસમાં તમારી અરજીની સમીક્ષા કરશે

3

ફીનું ચુકવણું

અરજી સ્વીકૃત થયા પછી ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરો

તમારા ભવિષ્ય માટે અમારા કાર્યક્રમો શોધો

તમારી સંભાવનાઓ Unlock કરો અમારા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ સાથે. Future-ready અભ્યાસક્રમ, dedicated ફેકલ્ટી અને practical learning તમને સફળ ભવિષ્ય તરફ દોરી જશે.

બેચલર ઓફ કૉમર્સ

બી. કૉમ. (અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ)

વાણિજ્ય આધુનિક અર્થતંત્ર, વ્યવસાય અને નાણાકીય વ્યવસ્થાનું મૂળ આધાર છે. આ કોર્સમાં વ્યવસાય, હિસાબશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને સંચાલન જેવી મુખ્ય ધારણાઓને વ્યવહારિક અને વૈચારિક બંને દૃષ્ટિકોણથી સમજાવવામાં આવે છે. ગુજરાતી તથા અંગ્રેજી બંને માધ્યમના વિદ્યાર્થીઓ માટે અનુકૂળ એવો આ કોર્સ વિશ્લેષણાત્મક વિચારશક્તિ, નિર્ણયક્ષમતા અને વ્યવસાયિક સમજ વિકસાવવામાં મદદ કરે છે. વાણિજ્ય શિક્ષણ માત્ર કારકિર્દી માટે નહીં પરંતુ જવાબદાર નાગરિક અને સચેત વ્યવસાયિક બનવા માટે પણ મહત્વપૂર્ણ છે. બદલાતી વૈશ્વિક આર્થિક પરિસ્થિતિમાં જરૂરી બને તેવી નાણાકીય સમજ અને વ્યવસાયિક કુશળતાઓ વિકસાવવાનું આ કોર્સનું મુખ્ય ઉદ્દેશ છે.

3 વર્ષ, 6 સેમિસ્ટર 6900 Undergraduate
  • વ્યવસાય અને ઉદ્યોગ જગતની મૂળભૂત સમજ, હિસાબશાસ્ત્ર અને નાણાકીય જ્ઞાન પર મજબૂત આધાર, આર્થિક વિચારશક્તિ અને વિશ્લેષણાત્મક ક્ષમતાનો વિકાસ, ગુજરાતી તથા અંગ્રેજી બંને માધ્યમના વિદ્યાર્થીઓ માટે અનુકૂળ અભ્યાસ
260 ઉપલબ્ધ બેઠકો

અમારા માનનીય દાતાશ્રી

અમારા દાતાઓના અમૂલ્ય અને ઉદાર સહયોગ બદલ અમે અંતર્મુખ આભાર વ્યક્ત કરીએ છીએ.

શેરા એ. પટેલ
શેરા એ. પટેલ
બનાસકાંઠા જિલ્લાના આશાસ્પદ યુવાનોને ઘર આંગણે જ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવા ઉમદા આશય સાથે શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એસ.એ.પટેલ કોમર્સ કૉલેજ શિક્ષણ ક્ષેત્રે એક નવી મિસાલ કાયમ કરી રહી છે. વર્ષ ૨૦૧૩થી કોમર્સ વિદ્યાશાખામાં કાર્યરત આ સંસ્થા આજે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને આકાર આપી રહી છે. શિક્ષણ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સામાજિક જવાબદારીના વહન સ્વરૂપે શ્રી ગિરીશભાઈ પટેલે ઉદાર હાથે ફાળો આપી આ જ્ઞાનમંદિરના નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે કોમર્સ કૉલેજની સ્થાપના માટે પોતાની પુત્રી કુમારી શેરા એ. પટેલના નામે અમૂલ્ય સહયોગ આપી સ્ત્રી શિક્ષણ અને ઉચ્ચ કેળવણીની જ્યોત પ્રગટાવી છે. ​આ સંસ્થા માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિઓ પૂરતી સીમિત ન રહેતા, વિદ્યાર્થીઓની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા માટે એક સબળ માધ્યમ બની છે. શિસ્તની સંહિતા અને નૈતિક મૂલ્યોના સિંચન માટે જાણીતી આ કૉલેજમાં વિદ્યાર્થીઓને જીવન કેળવણીના પાઠ ભણાવવામાં આવે છે. અભ્યાસની સાથે સાથે સાંસ્કૃતિક, સામાજિક અને રમતગમતની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ સાધવો એ સંસ્થાનો મુખ્ય ધ્યેય રહ્યો છે. આધુનિક સમયના પડકારો સામે યુવાધન સજ્જ બને અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે તેવા ઉમદા વાતાવરણમાં અહીં શિક્ષણ પીરસવામાં આવી રહ્યું છે.
Read More

આધુનિક સુવિધાઓ સાથે અભ્યાસને બનાવો વધુ અસરકારક

વિદ્યાર્થીઓને તકનિકી જ્ઞાનથી સુસજ્જ બનાવવા માટે કમ્પ્યુટરનાં વર્ગો

વિદ્યાર્થીઓને તકનિકી જ્ઞાનથી સુસજ્જ બનાવવા માટે કમ્પ્યુટરનાં વર્ગો

કોલેજમાં ઉપલબ્ધ કમ્પ્યુટર તથા વ્યાવસાયિક કૌશલ્ય અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને ડિજિટલ યુગ માટે તૈયાર કરે છે. આ અંતર્ગત સીસીસી, ટેલી, ડિજિટલ માર્કેટિંગ, સોફ્ટવેર અને હાર્ડવેર જેવા અભ્યાસક્રમો દ્વારા પ્રાયોગિક તાલીમ આપવામાં આવે છે. આધુનિક ટેક્નોલોજીનું જ્ઞાન વિદ્યાર્થીઓને રોજગારલક્ષી કુશળતા અને સ્પર્ધાત્મક ક્ષમતા પ્રદાન કરે છે. આ અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ, રોજગાર અને સ્વરોજગાર માટે મજબૂત પાયો મળે છે.

યોગ ડિપ્લોમા કોર્સ

યોગ ડિપ્લોમા કોર્સ

કોલેજ દ્વારા પ્રદાન કરવામાં આવતો યોગ ડિપ્લોમા અભ્યાસક્રમ વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક અને આત્મિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે. આ અભ્યાસક્રમ અંતર્ગત આસન, પ્રાણાયામ, ધ્યાન, યોગદર્શન અને જીવનશૈલી વ્યવસ્થાપન અંગેનું વ્યાવહારિક જ્ઞાન આપવામાં આવે છે. યોગ અભ્યાસથી વિદ્યાર્થીઓમાં સ્વસ્થતા, આત્મનિયંત્રણ અને સકારાત્મક જીવનદૃષ્ટિ વિકસે છે. આ અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓને યોગ શિક્ષક, માર્ગદર્શક અથવા સ્વરોજગાર માટે સશક્ત આધાર પ્રાપ્ત થાય છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) અભ્યાસ કેન્દ્ર

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) અભ્યાસ કેન્દ્ર

કોલેજમાં કાર્યરત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) અભ્યાસ કેન્દ્ર દ્વારા ઉચ્ચ શિક્ષણને સર્વસુલભ બનાવવામાં આવે છે. લવચીક શિક્ષણ પદ્ધતિના કારણે વિદ્યાર્થીઓ રોજગાર અને અન્ય જવાબદારીઓ સાથે અભ્યાસ કરી શકે છે. વિવિધ પ્રમાણપત્ર, ડિપ્લોમા તથા ડિગ્રી અભ્યાસક્રમો વિદ્યાર્થીઓના જ્ઞાન અને કારકિર્દી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોલેજ કેમ્પસમાં જ માર્ગદર્શન અને શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી વિદ્યાર્થીઓને વિશ્વસનીય અભ્યાસ વાતાવરણ પ્રાપ્ત થાય છે.

અમારા અનુભવી શિક્ષકો

અનુભવી અને સમર્પિત શિક્ષકો સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતા તરફની તમારી યાત્રામાં જોડાઓ.

ડૉ. મનીષાબેન કે. પટેલ

ડૉ. મનીષાબેન કે. પટેલ

ઇનચાર્જ પ્રિન્સિપાલ

કૉમર્સ વિભાગ

ડૉ. મુકેશકુમાર અગ્રવાલ

ડૉ. મુકેશકુમાર અગ્રવાલ

આસિસ્ટન્ટ પ્રોફેસર

કૉમર્સ, અર્થશાસ્ત્ર વિભાગ

પ્રા. વર્ષાબેન કે. ચૌધરી

પ્રા. વર્ષાબેન કે. ચૌધરી

આસિસ્ટન્ટ પ્રોફેસર

કૉમર્સ, અંગ્રેજી વિભાગ

ઉત્કૃષ્ટતા અને સફળતાની ઉજવણી

કૉલેજની ટીમે આંતર કૉલેજ સ્પર્ધામાં યોગાસન અને વોલીબોલ બંને માં ચેમ્પિયન અને કબડ્ડીમાં રનર્સ-અપ રહીને કોલેજનું ગૌરવ વધાર્યું.

કૉલેજની ટીમે આંતર કૉલેજ સ્પર્ધામાં યોગાસન અને વોલીબોલ બંને માં ચેમ્પિયન અને કબડ્ડીમાં રનર્સ-અપ રહીને કોલેજનું ગૌરવ વધાર્યું.

02 Dec 2016

કૉલેજની ટીમ આંતર કૉલેજ યોગાસન સ્પર્ધામાં ચેમ્પિયન બની.

કૉલેજની ટીમ આંતર કૉલેજ યોગાસન સ્પર્ધામાં ચેમ્પિયન બની.

08 Jul 2015

એક કોલ – અનંત માર્ગદર્શન

એક વાર મુલાકાત લો અને અમારી સુવિધાઓનો અનુભવ કરો.

ફોન

અમારું લોકેશન

શેરા.એ.પટેલ કૉમર્સ કૉલેજ