સ્થાપના 1993

શ્રીમતી ઈજુબેન ધનરાજભાઈ ચૌધરી બાલમંદિર

અમારો ધ્યેય બાળકને બાલમંદિરમાં સપનાના સ્વર્ગ સમોવડું વાતાવરણ પૂરું પાડવું કે જ્યાં બાળક ખુશહાલ રહે અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે સર્વાંગી ઉછેર પામે.

33
વર્ષોનો અનુભવ
303
વિદ્યાર્થીઓ
18
શિક્ષકો
શ્રીમતી ઈજુબેન ધનરાજભાઈ ચૌધરી બાલમંદિર
શિક્ષણમાં શ્રેષ્ઠતા

અમારી શાળા વિશે

બાલમંદિર બાળકોના સર્વાંગી વિકાસમાં દીવાદાંડી સમાન ઊભું છે. અમારા દિલેર દાતાશ્રીને ભુલકાંઓમાં બાળદેવોના દર્શન થયા અને વર્ષ ૧૯૯૩માં માત્ર ૫૫ નાનકડા ભૂલકાંઓએ પાપા પગલી માંડી અને બાલમંદિરની શરૂઆત થઇ. આજે વર્ષ ૨૦૨૫ માં અમારું બાલમંદિર વિશાળ વટવૃક્ષ બન્યું જે કુલ ૩૦૩ ભૂલકાંઓના કલરવ દ્વારા ગુંજતું રહે છે.

અમારો અતુટ ધ્યેય બાળકોની આંતરિક પ્રતિભાને ઓળખી અને તેનું જતન કરવાનો છે. તેમના ઉજ્જવળ અને સફળ ભવિષ્ય બનાવવા માટે અમે આવશ્યક કૌશલ્યો અને મૂલ્યોથી સજ્જ છીએ.

અભ્યાસક્રમ

નર્સરી, સોપાન-૧ અને સોપાન-૨ (બાલવાટિકા)

Read More

પ્રિન્સિપાલનો સંદેશ

શ્રીમતી કુસુમબેન એમ. સોલંકી - આચાર્યા

શ્રીમતી કુસુમબેન એમ. સોલંકી

આચાર્યા

શિક્ષકનું જીવન વિદ્યાક્ષેત્ર માટે સમર્પિત છે. ગુરુની જેમ બાળકો પણ અમારા માટે વંદનીય છે.

બાલમંદિરના ભુલકાંઓ હસતાં ખીલતાં આવે અને હસતાં ખીલતાં જાય તે માટે બાલમંદિરમાં પ્રવૃત્તિલક્ષી શિક્ષણ છે. બાળકના ઉત્સાહ સાહસના સતત વહેતા ઝરા સમાન બાળકના નિર્દોષ હાસ્યને સાચવી જાણવું તેના સર્વાંગી વિકાસ માટે સુયોગ્ય વાતાવરણ રચવું તે અમારો મુખ્ય ધ્યેય છે.

અનુભવ

વર્ષ - ૧૯૯૩ થી કાર્યરત

અરજી કેવી રીતે કરવી

સરળ ૩ પગલાંમાં આદર્શ વિદ્યાસંકુલમાં તમારું પ્રવેશ સુનિશ્ચિત કરો

1

અરજી ફોર્મ ભરો

ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો

2

અરજીની સમીક્ષા

અમારી ટીમ ૨–૩ દિવસમાં તમારી અરજીની સમીક્ષા કરશે

3

ફીનું ચુકવણું

અરજી સ્વીકૃત થયા પછી ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરો

અમારા માનનીય દાતાશ્રી

અમારા દાતાઓના અમૂલ્ય અને ઉદાર સહયોગ બદલ અમે અંતર્મુખ આભાર વ્યક્ત કરીએ છીએ.

શ્રીમતી ઈજુબેન ધનરાજભાઈ ચૌધરી
શ્રીમતી ઈજુબેન ધનરાજભાઈ ચૌધરી
નિર્દોષ નાના ભુલકાંઓમાં પાયાથી જ સુચારુ શિક્ષણ દ્વારા સંસ્કાર અને જ્ઞાન ઘડતર થાય તેવા ઉમદા શુભ આશયથી દિલેર દાતા ધનરાજકાકાએ સ્ત્રીદાક્ષિણ્ય ભાવનાને ઉજાગર કરતાં પોતાની ધર્મપત્ની ઈજુબેનના નામે ઈ.સ. ૧૯૯૨ માં ઉદાર સખાવત દાખવી 'આદર્શ વિદ્યાસંકુલ' પાલનપુરમાં બાલમંદિરના મુખ્યદાતા બનવાનું શ્રેય પ્રાપ્ત કર્યું.
Read More

આધુનિક સુવિધાઓ સાથે અભ્યાસને બનાવો વધુ અસરકારક

મલ્ટીમીડિયા

મલ્ટીમીડિયા

પ્રવૃત્તિ ખંડ

પ્રવૃત્તિ ખંડ

ક્રિડાંગણ

ક્રિડાંગણ

અમારા અનુભવી શિક્ષકો

અનુભવી અને સમર્પિત શિક્ષકો સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતા તરફની તમારી યાત્રામાં જોડાઓ.

શ્રીમતી નૈમિષાબેન જોષી

શ્રીમતી નૈમિષાબેન જોષી

મદદનીશ શિક્ષિકા

શ્રીમતી મિનાક્ષીબેન મોઢ

શ્રીમતી મિનાક્ષીબેન મોઢ

મદદનીશ શિક્ષિકા

શ્રીમતી આશાબેન રાવલ

શ્રીમતી આશાબેન રાવલ

મદદનીશ શિક્ષિકા

ઉત્કૃષ્ટતા અને સફળતાની ઉજવણી

પ્રથમ નંબર પાલનપુર નગરકક્ષા બાળગીત સ્પર્ધા - પ.પૂ. શ્રી રામસ્વરૂપદાસજી બાપુ સ્મૃતિ બાળગીત ગુંજન

પ્રથમ નંબર પાલનપુર નગરકક્ષા બાળગીત સ્પર્ધા - પ.પૂ. શ્રી રામસ્વરૂપદાસજી બાપુ સ્મૃતિ બાળગીત ગુંજન

28 Jan 2020

સતત ત્રણ વખત નગરકક્ષા બાળગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા થવા બદલ

સતત ત્રણ વખત નગરકક્ષા બાળગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા થવા બદલ

28 Jan 2016

પ્રથમ નંબર પાલનપુર નગરકક્ષા બાળગીત સ્પર્ધા - પ.પૂ. શ્રી રામસ્વરૂપદાસજી બાપુ સ્મૃતિ બાળગીત ગુંજન

પ્રથમ નંબર પાલનપુર નગરકક્ષા બાળગીત સ્પર્ધા - પ.પૂ. શ્રી રામસ્વરૂપદાસજી બાપુ સ્મૃતિ બાળગીત ગુંજન

28 Jan 2015

એક કોલ – અનંત માર્ગદર્શન

એક વાર મુલાકાત લો અને અમારી સુવિધાઓનો અનુભવ કરો.

ફોન

અમારું લોકેશન

શ્રીમતી ઈજુબેન ધનરાજભાઈ ચૌધરી બાલમંદિર