શ્રી અર્બુદામાતા મંદિર કુળદેવી ભવન અને કોમ્યુનિટિ હૉલ
Established 1990

શ્રી અર્બુદામાતા મંદિર કુળદેવી ભવન અને કોમ્યુનિટિ હૉલ

Donor Information
Donor

શ્રીમતી મુળીબેન હેમરાજભાઈ ડુંગરભાઈ ચૌધરી

જગાણા (તા. પાલનપુર) ના રહેવાસી અને પરમ શ્રદ્ધાળુ શ્રી હેમરાજભાઈ ડુંગરભાઈ ચૌધરીએ તેમના ધર્મપત્ની શ્રીમતી મુળીબેનના સ્મરણાર્થે સંસ્થાના વિકાસમાં અમૂલ્ય સહયોગ આપ્યો છે. આ ઉમદા યોગદાન થકી સંસ્થામાં 'કુળદેવી ભવન' અને 'કોમ્યુનિટી હોલ'નું નિર્માણ શક્ય બન્યું છે. સ્વાધ્યાય કાર્યમાં સમર્પિત એવું હેમરાજભાઈનું સાદગીપૂર્ણ અને સેવાભાવી જીવન સૌ કોઈ માટે કાયમ પ્રેરણાદાયક બની રહેશે.

About This Infrastructure

સમાજની કુળદેવી મા અર્બુદાના ભવ્ય મંદિરનું ખાતમુહૂર્ત ૩ નવેમ્બર, ૧૯૮૦ ના પવિત્ર દિવસે કરવામાં આવ્યું હતું. આ દિવ્ય કાર્યમાં જગાણા નિવાસી શ્રીમતી મુળીબેન હેમરાજભાઈ ડુંગરભાઈ ચૌધરી દ્વારા ઉદાર હાથે દાનની સરવાણી વહાવવામાં આવી હતી. જેમાં તેમણે કુળદેવી-ભવનના નિર્માણ અને સામાજિક ઉત્થાન માટેના કોમ્યુનિટી હોલ માટે દાન અર્પણ કર્યું હતું. શ્રદ્ધા અને પુરુષાર્થના સમન્વય બાદ, ૧૯ ફેબ્રુઆરી, ૧૯૮૪ ના રોજ પરમ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજીના પાવન સાનિધ્યમાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી, જે આજે પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.