સ્થાપના 1990

શ્રીમતી હેતીબેન રતુભાઈ કરશનભાઇ કાથરોટીયા પ્રાથમિક શાળા

આ વાત છે પાલનપુરની શ્રીમતી હેતીબેન ર.ક. કાથરોટીયા (આદર્શ) પ્રાથમિક શાળાની. એ ઘેઘૂર વડલો તેની ગવાહી પૂરે છે. એની શીળી છાયામાં ઋષિકુળ પરંપરા અનુસાર કુદરતને ખોળે એક સુકન્યા રમતી હોય તેમ આ સંસ્થાએ શૈશવ ગાળ્યું. એક વિશિષ્ટ આદર્શ લઈ જન્મ થયો હોઈ તેનું નામભિધાન થયું “આદર્શ પ્રાથમિક શાળા.”

36
વર્ષોનો અનુભવ
921
વિદ્યાર્થીઓ
35
શિક્ષકો
શ્રીમતી હેતીબેન રતુભાઈ કરશનભાઇ કાથરોટીયા પ્રાથમિક શાળા
શિક્ષણમાં શ્રેષ્ઠતા

અમારી શાળા વિશે

આ વાત છે પાલનપુરની શ્રીમતી હેતીબેન ર.ક. કાથરોટીયા (આદર્શ) પ્રાથમિક શાળાની. એ ઘેઘૂર વડલો તેની ગવાહી પૂરે છે. એની શીળી છાયામાં ઋષિકુળ પરંપરા અનુસાર કુદરતને ખોળે એક સુકન્યા રમતી હોય તેમ આ સંસ્થાએ શૈશવ ગાળ્યું. એક વિશિષ્ટ આદર્શ લઈ જન્મ થયો હોઈ તેનું નામભિધાન થયું “આદર્શ પ્રાથમિક શાળા.”

 

                        સમયની માંગ અને સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ શાળાને નમૂનેદાર શાળા બનાવવાની નેમવાળા સંચાલકમંડળે તેના વિકાસ અને વિસ્તારના પ્રયત્નો આદર્યા. આ પ્રયત્નોના ફળરૂપે, માં અર્બુદાના આશીર્વાદથી સમાજના જ ભામાશા તેમજ માતૃપિતૃ તથા માતૃભૂમિનું ઋણ અદા કરવા તત્પર એવા શિક્ષણપ્રેમી પટોસણ નિવાસી માન.શ્રી ગિરીશભાઈ રતુભાઈ કાથરોટીયા

(હાલ.યુ.એસ.એ.)એ માતબર રકમનું દાન આપ્યું. એટલે વર્ષ-૨૦૦૦ થી આ શાળા તેમના માતુશ્રીના પવિત્ર નામ " શ્રીમતી હેતીબેન રતુભાઈ કરશનભાઇ કાથરોટીયા" પ્રાથમિક શાળાના

નામે જાણીતી થઈ. જે આજે આદર્શ વિધા-સંકુલમાં માં અર્બુદાના સાંનિધ્યમાં "હેતીબા પ્રાથમિક શાળા" ના હુલામણા નામે લોકહૈયે વસી છે.

શરૂઆતથી જ ઉત્સાહી અને પ્રોત્સાહક સંચાલકમંડળ તથા આગવી સૂઝ ધરાવતા સંનિષ્ઠ, કર્મઠ અને મહેનતુ કર્મચારીઓના કર્મયોગ થકી આ શાળા રૂમઝૂમતા શિશુ ઝરણામાંથી વિશાળ જલરાશિને સમાવતી મહાસરિતા બની. સમાજના ઉગતા પૌઘાઓ રૂપી શરૂઆતમાં ૪૦ જેટલા કુમળા બાળકોના સંસ્કાર તેમજ અક્ષરજ્ઞાનનું સિંચન કરતી કરતી આ શાળા આજે ધોરણ ૧ થી ૫ ના ૯૨૧ બાળકોને સંસ્કાર સિંચન કરી રહી છે.આ શાળાએ નગરમાં,તાલુકામાં, જિલ્લામાં, રાજયમાં અને રાષ્ટ્રમાં એમ વિવિધક્ષેત્રે સફળતા મેળવી પોતાનું નામ ગૂજતું કર્યું છે. શાળામાં અપાતા ગુણવત્તાયુકત શિક્ષણ અને બાળકના સર્વાગી વિકાસ અંગેની વિવિધ  અભ્યાસપૂરક પ્રવૃતિઓ માટે સંચાલક મંડળ અને શાળાના આચાર્યશ્રી, નિરીક્ષકશ્રીઓ તથા શિક્ષકવૃંદ સતત ચિંતનશીલ અને પ્રયત્નશીલ છે.

Read More

પ્રિન્સિપાલનો સંદેશ

શ્રી ડાહ્યાભાઇ  રામદાસ પંડયા - ઇન્ચાર્જ આચાર્ય

શ્રી ડાહ્યાભાઇ રામદાસ પંડયા

ઇન્ચાર્જ આચાર્ય

શિક્ષણ એટલે માત્ર અક્ષર જ્ઞાન કે માહિતીનો સંગ્રહ જ નહીં પણ જીવનમાં આવતી દરેક સારી કે નરસી પરિસ્થિતિમાં કઈ રીતે વર્તવું તે અંગેની આવડત કે સમજણ.

અનુભવ

અનુભવ
શિક્ષક તરીકેનો અનુભવ. – તા.06-12-1999 થી 30-06-2007 સુધી
નિરીક્ષક તરીકેનો અનુભવ. – તા.01-07-2007 થી 31-01-2025 સુધી
આચાર્ય સાહેબનો અનુભવ. – તા.01-02-2025થી

અરજી કેવી રીતે કરવી

સરળ ૩ પગલાંમાં આદર્શ વિદ્યાસંકુલમાં તમારું પ્રવેશ સુનિશ્ચિત કરો

1

અરજી ફોર્મ ભરો

ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો

2

અરજીની સમીક્ષા

અમારી ટીમ ૨–૩ દિવસમાં તમારી અરજીની સમીક્ષા કરશે

3

ફીનું ચુકવણું

અરજી સ્વીકૃત થયા પછી ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરો

અમારા માનનીય દાતાશ્રી

અમારા દાતાઓના અમૂલ્ય અને ઉદાર સહયોગ બદલ અમે અંતર્મુખ આભાર વ્યક્ત કરીએ છીએ.

શ્રીમતી હેતીબેન રતુભાઈ કરશનભાઇ કાથરોટીયા
શ્રીમતી હેતીબેન રતુભાઈ કરશનભાઇ કાથરોટીયા
સમાજ અને જન્મભૂમિના ઋણમાંથી મુકત થવાના આશયથી તથા 'મારા વતનને કંઈક આપું, વતનની સેવા કરુ આવી ઉમદા ભાવનાથી.
Read More
શ્રી ગીરીશભાઈ રતુભાઈ કાથરોટીયા
શ્રી ગીરીશભાઈ રતુભાઈ કાથરોટીયા
સમાજ અને જન્મભૂમિના ઋણમાંથી મુકત થવાના આશયથી તથા 'મારા વતનને કંઈક આપું, વતનની સેવા કરુ આવી ઉમદા ભાવનાથી....
Read More

આધુનિક સુવિધાઓ સાથે અભ્યાસને બનાવો વધુ અસરકારક

સ્માર્ટબોર્ડ

સ્માર્ટબોર્ડ

ધોરણ-5ના 6 વર્ગોમાં સ્માર્ટબોર્ડ દ્વારા અસરકારક શિક્ષણ કાર્ય.

કમ્પ્યૂટર લેબ

કમ્પ્યૂટર લેબ

અદ્યતન સુવિધા જેવી કે પ્રોજેક્ટર, દરેક કમ્પ્યૂટરનું ઈન્ટરનેટ સાથે જોડાણ અને અધ્યતન સોફ્ટવેર અને હાર્ડવેરથી સજ્જ કમ્પ્યૂટર લેબ

સાયન્સ લેબ

સાયન્સ લેબ

શૈક્ષણિક પ્રાયોગિક સાધનોથી સુસજ્જ ગણિત અને વિજ્ઞાન પ્રયોગશાળા

અમારા અનુભવી શિક્ષકો

અનુભવી અને સમર્પિત શિક્ષકો સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતા તરફની તમારી યાત્રામાં જોડાઓ.

1.શ્રી વિમળાબેન ભરતભાઈ પ્રજાપતિ

1.શ્રી વિમળાબેન ભરતભાઈ પ્રજાપતિ

નિરીક્ષક

પ્રાથમિક શાળા (ધોરણ 1 થી 5) વિભાગ વિભાગ

2. શ્રી શર્મિલાબેન હુસેનઅલી  હાડા

2. શ્રી શર્મિલાબેન હુસેનઅલી હાડા

નિરીક્ષક

પ્રાથમિક શાળા (ધોરણ 1 થી 5) વિભાગ વિભાગ

3.શ્રી અનિષાખાતુન ઈલિયાસલી મુખી

3.શ્રી અનિષાખાતુન ઈલિયાસલી મુખી

મદદનીશ શિક્ષક

પ્રાથમિક શાળા (ધોરણ 1 થી 5) વિભાગ વિભાગ

ઉત્કૃષ્ટતા અને સફળતાની ઉજવણી

ગાયત્રી પરિવાર ટ્રસ્ટ હરિદ્વાર અંતર્ગત ગાયત્રી પરીક્ષા 1) લોહ વિયાન મોતીભાઈ (રાજ્યકક્ષા ભાગ લીધેલ)

ગાયત્રી પરિવાર ટ્રસ્ટ હરિદ્વાર અંતર્ગત ગાયત્રી પરીક્ષા 1) લોહ વિયાન મોતીભાઈ (રાજ્યકક્ષા ભાગ લીધેલ)

28 Dec 2026

વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર આયોજિત GKIQ પરીક્ષા સામાન્યજ્ઞાન બુદ્ધિ કસોટી પરીક્ષા 1) લોહ વિવાન મોતીભાઈ 2) ચૌધરી પાર્થવી જયેશભાઇ 3) ચૌધરી શેરીલ નાનજીભાઇ

વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર આયોજિત GKIQ પરીક્ષા સામાન્યજ્ઞાન બુદ્ધિ કસોટી પરીક્ષા 1) લોહ વિવાન મોતીભાઈ 2) ચૌધરી પાર્થવી જયેશભાઇ 3) ચૌધરી શેરીલ નાનજીભાઇ

26 Dec 2025

કલામહાકુંભ તાલુકા કક્ષા 1)ચૌધરી જીયા અને ટીમ ( તૃતીય નંબર )

કલામહાકુંભ તાલુકા કક્ષા 1)ચૌધરી જીયા અને ટીમ ( તૃતીય નંબર )

24 Dec 2025

એક કોલ – અનંત માર્ગદર્શન

એક વાર મુલાકાત લો અને અમારી સુવિધાઓનો અનુભવ કરો.

ફોન

અમારું લોકેશન

શ્રીમતી હેતીબેન રતુભાઈ કરશનભાઇ કાથરોટીયા પ્રાથમિક શાળા