શ્રીમતી મંગુબેન ચેલાભાઈ કાથરોટીયા કુમાર ભોજનાલય
Established 2011

શ્રીમતી મંગુબેન ચેલાભાઈ કાથરોટીયા કુમાર ભોજનાલય

Donor Information
Donor

શ્રીમતી મંગુબેન ચેલાભાઈ કાથરોટીયા

શ્રીમતી મંગુબેન ચેલાભાઈ કાથરોટીયા, જેઓ પટોસણ (તા. પાલનપુર) ના રહેવાસી છે, તેઓ મુખ્યદાતા શ્રી ગિરીશભાઈના મોટાભાઈ સ્વ. ચેલાભાઈના ધર્મપત્ની છે. તેમનો સ્વભાવ અત્યંત ઋજુ અને સરળ છે, અને તેમના રગેરગમાં પરગજુપણાની ભાવના વણાયેલી છે. આ ઉમદા ગુણોને કારણે જ તેઓ આદર્શ વિદ્યાસંકુલમાં 'કુમાર ભોજનાલય' ના દાતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શક્યા છે.

About This Infrastructure

આ આધુનિક ભોજનાલયમાં રસોડું, સ્ટોરરૂમ અને વોશબેશિન જેવી સુવિધાઓ અત્યંત વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી છે, જ્યાં એકસાથે ૧૫૦ બાળકો સમૂહભોજન લઈ શકે તેવી સગવડ છે. વિદ્યાર્થીઓના જમવા માટે ડાઈનીંગ ટેબલ અને ભોજન પીરસવા માટે સેલ્ફ કાઉન્ટરની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૦૨માં અર્બુદા જ્યોતિરથના આયોજન દરમિયાન પાલનપુર તાલુકાના ગામડાઓમાંથી મળેલા ફાળામાંથી કન્યા ભોજનાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં પણ ૧૫૦ કન્યાઓ માટે સમાન શ્રેષ્ઠ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.