માતૃભક્તિ અને સામાજિક સેવાના આદર્શ સમાન સ્વ. કુંવરબેન જેઠાભાઈ ચૌધરી સુંઢા ગામના વતની હતા. તેમના સુપુત્ર શ્રી ગણેશભાઈ જેઠાભાઈ ભુતડીયા (ચૌધરી) એ પોતાની માતા પ્રત્યેનું ઋણ અદા કરવાના ઉમદા હેતુથી કન્યા છાત્રાલયના મુખ્ય દાતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. શ્રી ગણેશભાઈ પોતે પાલનપુર પંચાયતના પ્રમુખ, બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર અને માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન જેવી અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પાયાની ભૂમિકા ભજવી ચુક્યા છે.