સ્વ. નિસ્તારાબેન પી. પટેલ, જેઓ મૂળ યુ.એસ.એ.ના વતની હતાં, તેઓ શ્રી ગિરીશભાઈ રતુભાઈ કાથરોટીયા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમણે કેમિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. નિસ્તારાબેને ૩૦ વર્ષ શિક્ષિકા તરીકે સેવા આપી હતી. પોતાના સુખી પરિવાર સાથે રહેતા સ્વ. નિસ્તારાબેને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને સેન્ટ્રલ લાયબ્રેરીને દાન આપવાનો ઉમદા વિચાર કર્યો હતો.