હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે વર્ષ ૨૦૨૫-૨૬ માટે આયોજિત દ્વિ દિવસીય ૩૬ માં યુવક મહોત્સવમાં આપણી કૉલેજની વિધાર્થીનીઓ દ્વારા આસામી બિહુ નૃત્ય પ્રસ્તુત કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી કૉલેજનું ગૌરવ વધારેલ છે.
21 Jan 2026
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે વર્ષ ૨૦૨૪-૨૫ માટે આયોજિત ૩૫ માં યુવક મહોત્સવમાં આપણી કૉલેજ માઈમમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ. આ ઉપરાંત વિદ્યાર્થીની રીન્કુ ચૌધરીએ કબડ્ડી સ્પર્ધામાં છતરપુર-મધ્યપ્રદેશ ખાતે કૉલેજનું પ્રતિનિધિત્વ કર્યું.
17 Feb 2024
વિદ્યાર્થી ચૌધરી ધનરાજે આંતર કૉલેજ સ્પર્ધામાં ભાગ લઈ ગોળાફેંક અને હથોડાફેંક બંને ઇવેન્ટમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરેલ. તેમજ યોગાસન સ્પર્ધામાં કૉલેજની ટીમે ચોથો ક્રમ પ્રાપ્ત કરેલ અને એક વિદ્યાર્થીની ઓડિશા જવા ખાતર પસંદગી પામેલ.
વ્યાસ હિરલને શ્રેષ્ટ એન.એસ.એસ. સ્વયંસેવક એવોર્ડ, એસ.આર.ડી.કેમ્પ રાજકોટ ખાતે પસંદગી. યોગાસન અને કબડ્ડીમાં ક્રમશ રનર્સ-અપ અને તૃતીય સ્થાન પ્રાપ્ત. વિદ્યાર્થી ચૌધરી હાર્દિક ડી. ને વિઘ્નદોડમાં પ્રથમ, ઊંચીકુદમાં દ્વિતીય તેમજ લાંબીકુદમાં ચોથો ક્રમ પ્રાપ્ત થયો.
12 Nov 2019
આંતર કૉલેજ સ્પર્ધામાં કૉલેજની ટીમે યોગાસન અને કબડ્ડીમાં ચેમ્પિયન તેમજ વોલીબોલમાં રનર્સ-અપ રહી કોલેજનું સમ્માન વધાર્યું. વિદ્યાર્થીની વર્ષા ચૌધરીને શ્રેષ્ટ એન.એસ.એસ. સ્વયંસેવકનોં એવોર્ડ પ્રાપ્ત તેમજ રાજ્ય કક્ષાએ પૂર્વ પરેડમાં પસંદગી.
27 Aug 2017
કૉલેજની ટીમે આંતર કૉલેજ સ્પર્ધામાં યોગાસન અને વોલીબોલ બંને માં ચેમ્પિયન અને કબડ્ડીમાં રનર્સ-અપ રહીને કોલેજનું ગૌરવ વધાર્યું.
02 Dec 2016
ઉપ કુલપતિના હસ્તે ડૉ. કલ્પનાબેન ભટ્ટને એન.એસ.એસ.નો રાજ્ય કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત તેમજ કૉલેજની ટીમ આંતર કૉલેજ યોગાસન સ્પર્ધામાં ચેમ્પિયન બની અને રાષ્ટ્રીય મતદાન દિવસમાં જિલ્લા કક્ષાએ કૉલેજની બે વિદ્યાર્થીનીઓ મેસકોટ ડિઝાઇનીંગમાં વિજેતા બની.
08 Sep 2015
કડી ખાતે કૉલેજના વિદ્યાર્થીઓની ટીમ યોગાસન સ્પર્ધામાં રનર્સ-અપ રહી કુરુક્ષેત્રે ભાગ લેવા માટે પસદંગી થયેલ તેમજ ચૌધરી આશાની કેમ્પસ એમ્બેસડર તરીકે અને કેસરબેન રબારીની પ્રજાસત્તાક દિન પૂર્વ પરેડમાં દિલ્લી મુકામે પસંદગી.
12 Aug 2013
આંતર કૉલેજ યોગમાં કૉલેજની ટીમ ચેમ્પિયન બની અને વિદ્યાર્થીની કેસરબેન એમ. રબારીની પ્રજાસત્તાક દિન પૂર્વ પરેડમાં પસદંગી તેમજ કુસ્તી અને જુડો સ્પર્ધામાં ક્રમશ પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
31 Aug 2012
આંતર કૉલેજ યોગાસન સ્પર્ધામાં કૉલેજની ટીમ ચેમ્પિયન તેમજ રાજ્ય સ્તરની નિબંધ સ્પર્ધામાં પ્રથમ અને જિલ્લા કક્ષાએ રંગોલી અને ચેસમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલ.
21 Feb 2011
હે.ઉ.ગુ.યુનિ. મહોત્સવમાં શીઘ્ર ચિત્ર સર્જન સ્પર્ધામાં તૃતીય તેમજ એથ્લેટિકસમાં ઉંચીકુદ અને કુસ્તીમાં ક્રમશ પ્રથમ અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ.
06 Nov 2008
હે.ઉ.ગુ. યુનિ. મહોત્સવમાં આસામી લોક નૃત્ય, એકપાત્ર અભિનય અને માઈમ (આતંકવાદ)ત્રણેયમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું.
07 Dec 2007
ગુજરાત રાજ્ય કરાટે સ્પર્ધામાં કૉલેજની વિદ્યાર્થીનીઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યું.