પાલનપુર તાલુકાના પટોસણ ગામના નિવાસી એવા સ્વ. રતુભાઈ કરશનભાઈ કાથરોટીયાના સ્મરણાર્થે તેમના સુપુત્ર અને ગામના શ્રેષ્ઠી શ્રી ગિરિશભાઈએ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોતાના પિતૃઋણમાંથી મુક્ત થવાના પવિત્ર ભાવ સાથે, તેમણે સંસ્થાને નિઃસ્વાર્થ ભાવે અનુદાન અર્પણ કરી પોતાના પિતાનું નામ શિક્ષણ અને રમત-ગમત જગતમાં અમર કરી દીધું છે.